આ દેશમાં ઘરની બહાર લગાવવો પડે છે પત્નીનો ફોટો, વર્ષોથી ચાલતી આવે છે આ પ્રથા

આ દેશમાં ઘરની બહાર લગાવવો પડે છે પત્નીનો ફોટો, વર્ષોથી ચાલતી આવે છે આ પ્રથા

નવી દિલ્લીઃ દુનિયામાં વિવિધ દેશોમાં પોત-પોતાના અલગ-અલગ રીત-રિવાજો હોય છે. એમાંથી કેટલાંક રીવાજો કે પ્રથાઓ તો એવા હોય છેકે, જેને જાણીને આપણને અચરજ થાય. ઘણાં રીવાજો જાણીને તો તમને માન્યામાં પણ ન આવે કે આવો પણ કોઈ રીવાજ કે પ્રથા હશે. કંઈક આવો જ અજીબો-ગરીબ રીવાજ છે ઈન્ડિયોનેશિયામાં. અને એના પાછળનો ઈતિહાસ પણ જાણવા જેવો છે.

આ દેશમાં ઘર બહાર લગાવાયા છે પત્નીનો ફોટો-
ઈન્ડોનેશિયા (Indonesia)ની પાસે એક દેશ આવેલો છે જેનું નામ છે બ્રુનેઈ. આ દેશના લોકો પોતાના ઘરની બહાર પોતાની પત્નીનો ફોટો લગાવે છે. આ દેશના રાજા પણ પોતાના મહેલની બહાર પોતાની પત્નીનો ફોટો લગાવે છે. 

બ્રુનેઈનું નામ દુનિયાના અમિર દેશોમાં છે-
બ્રુનેઈમાં આજે પણ રાજતંત્ર જ ચાલે છે. અંગ્રેજોની ગુલામીથી બ્રુનેઈએ 1 જાન્યુરી 1984ના રોજ સ્વતંત્રતા મળવી હતી. અંગ્રેજોની ગુલામી પછી બ્રુનેઈનું નામ દુનિયાના અમિર દેશોમાં આવે છે. 

અહીં દર એક હજાર લોકોએ 700થી વધુ છે કાર-
તમને જાણીને નવાઈ થશે કે આ દેશમાં જેટલા ઘર છે તેનાથી કેટલીક વધારે કાર છે. અહીં એક હજાર લોકો પર 700થી વધુ કાર છે. જણાવી દઈએ કે બ્રુનેઈમાં તેલની કિંમત ખૂબ ઓછી છે. અહીંના લોકોને પરીવહન કર પણ નહીવત આપવો પડે છે. 

દુનિયાના અમિર રાજાઓમાંથી એક હસનલ બોલ્કિયા-
બ્રુનેઈના રાજા હસનલ બોલ્કિયા છે, જેમની ગણતરી દુનિયાના સૌથી અમિર રાજાઓમાં થાય છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2008માં બ્રુનેઈના રાજાની સંપત્તિ લગભગ 1 લાખ 36 હજાર 300 કરોડ રૂપિયા હતી વાહનોના શોખીન આ રાજાની પોતાની કાર આખી સોનાની છે. 

બ્રુનેઈના રાજા સુલ્તાનને છે ગાડીઓનો શોખ-
બ્રિનેઈના સુલ્તાન જે મહેલમાં રહે છે તેમાં 1700થી વધુ રૂમ છે. આ દુનિયાનો સૌથી મોટો અને આલીશાન 'આવાસી મહેલ' માનવામાં આવે છે. બ્રુનેઈના સુલ્તાન પાસે 7000થી વધુ કાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news